sspvm

Porbandar

About Us

સંસ્થાનો પરિચય

શ્રી સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ, પોરબંદર સંસ્થાનો અહેવાલ અને હિસાબ અંક ૬૩ તા.૧-૪-૨૦૧૨ થી ૩૧-૩-૨૦૧૯ સુધી પહેલી વાર આપની સમક્ષ રજુ કરૂ છું. આ સંસ્થાની શરૂઆત આઝાદી પહેલાથી થયેલ છે. આજે આ સંસ્થા તેના ૭૫ વર્ષ પુર્ણ કરવા જઇ રહી હોય અને મારા દ્વારા આ સંસ્થા તા. ૧૬-૧૦-૨૦૧૫ના દિવસે સંભાળેલ હોય, આપણી સંસ્થા આઝાદી પહેલાથી અસ્તિત્વમાં આવેલ છે. અને આ સંસ્થાએ સમાજને ઘણા એન્જીનીયર્સ, સોલીસીટર, ડોકટર્સ, કલેકટર, સચીવ, વકિલ વગેરે ઉચ્ચ સ્થાન પર બિરાજેલા જ્ઞાતિ શ્રેષ્ઠીઓ આપ્યા છે. માટે આપણી જ્ઞાતિ ઉપર આ સંસ્થાનું ઋણ છે અને આ આપણી સંસ્થા આપણા સમાજના દેશી અને વિદેશી દાતાશ્રીઓ દ્વારા સિંચન કરવામાં આવેલ છે. ત્યારે આ સંસ્થા આઝાદીના આટલા વર્ષો બાદ અડીખમ યોધ્ધાની જેમ ઉભી છે અને ભવિષ્યમાં પણ વધુમાં વધુ પ્રગતિ કરશે તેનો મને આત્મવિશ્વાસ છે. કારણ કે જ્ઞાતિજનો કે જેઓ દ્વારા આ સંસ્થાને વટવૃક્ષ બનાવવા માટે દરેક જ્ઞાતિજનનો સિંહફાળો રહ્યો છે. 

મિત્રો, મારી કારોબારી દ્વારા આ સંસ્થાનું સફળ સંચાલન કરવામાં આવે છે. પરિણામ સ્વરૂપે આ સંસ્થાને છેલ્લા ૩ વર્ષમાં સન્માનજનક આવક થયેલી હોય અને તેના પરિણામ સ્વરૂપે વિકાસના કામોને વેગ મળેલ છે. હર્ષ સાથે જણાવવાનું કે, આપણી સંસ્થાને યુ.કે. સ્થિત દાતાશ્રીનું મકાન હોય, જે મકાનનું વહેચાણ કરતા જે ઉપજ આવે તેનાથી નવું વિદ્યાર્થી ભવન બનાવી અને અર્પણ કરવું.

તદ ઉપરાંત સમાજના એકીકરણ માટે શ્રી સોરઠીયા પ્રજાપતિ નરસિંહ ટેકરીને આ સંસ્થામાં ભેળવવામાં આવેલ છે. આમ હાથી ટાંકી બોર્ડીંગ, નરસિંહ ટેકરી સમાજ, બન્નેનું એકીકરણ કરી એક સંચાલન કરવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી રીતે અન્ય સંસ્થાઓ પણ એક થાય તેવા ભગીરથ પ્રયત્નો કરવામાં આવશે, અમોને વિશ્વાસ છે કે આ એક દિવસ આપણો સમગ્ર પોરબંદર સમાજ એક થશે જ તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

આપણી સંસ્થા દ્વારા દર વર્ષે વિદ્યાર્થી સન્માન, જ્ઞાતિ સમુહ ભોજન, સ્નેહ મિલન, માટી કલાકારી ટ્રેનીંગ, મેડિકલ કેમ્પ, શરદ મહોત્સવ તેમજ બહેનો માટે સિવણ ક્લાસીસ તેમજ બ્યુટી પાર્લર અને કોમ્પ્યુટર ક્લાસીસનું આયોજન કરવામાં અને યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ. તેમજ અન્ય સામાજીક કામો કરવામાં આવે છે તે બાબતે આપ સૌ સુવિદિત છો.

માટે આપ સર્વે કામ જ્ઞાતિજનોના સાથ સહકારથી તમામ પ્રવૃતિઓ ચાલી રહી છે. સમયની માંગ પ્રમાણે વધુ પ્રવૃત્તિઓ શરૂ કરવાનું સંસ્થા વિચારી રહી છે. આ શુભ કાર્યમાં આપ સર્વે તન, મન, ધનથી યથાયોગ્ય સહકાર આપશો તેવી હાર્દિક અપીલ છે.

લી. મંત્રીશ્રી
વિરજીભાઈ ટાંક
શ્રી સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ – પોરબંદર

પ્રમુખશ્રી નો પરિચય

સહર્ષ સાથ જણાવવાનું કે, આ સંસ્થાના યુવા પ્રમુખ અને આપણાં સમાજના ભામાશા એવા શ્રી વિજયભાઈનો પરિચય શું આપી શકું …. કે જેઓને દેશ અને વિદેશના જ્ઞાતિજનો કર્મઠ અને પ્રમાણિક ડાયનેમિક વ્યકિત્વથી ઓળખે જ છે.

આ સંસ્થાના પ્રમુખ બન્યા તે પછી તેઓ શ્રી શ્રીબાઈ માતાજી મંદિર નિર્માણના મુખ્ય દાતા બન્યા અને મંદિર નિર્માણમાં રૂા. ૫૫૫૫૫૫૫/- જેવું માતબર દાન આપીને સમગ્ર પ્રજાપતિ સમાજનું નામ રોશન કરેલ છે, એટલું જ નહી પરંતુ મંદિર નિર્માણ માટે પોતાના સ્વ ખર્ચે દર મહિને તાલાલા મુકામે જઈને મંદિર નિર્માણ કાર્યનું જીણવટભર્યું નિરીક્ષણ કરીને મંદિર વહેલી તકે નિર્માણ પામે તેના માટે ભેખ ધરેલ છે. તેમજ અન્ય દાતાશ્રીઓને સમજાવીને અંદાજે રૂા.૫,૦૦૦ થી રૂા.૫ લાખ સુધીના દાન મંદિર નિર્માણ માટે અપાવેલ છે. એટલું જ નહિ પોતે પોતાનો કિંમતી સમય આપીને તેઓ દાતાશ્રી સાથે તાલાલા જઈને મંદિર નિર્માણ માટે દાન અપાવેલ છે.

આપણાં પોરબંદર પ્રજાપતિ સમાજના ગૌરવરૂપ અને આપણાં સૌના આદર્શ શ્રી વિજયભાઈ આ સંસ્થાના પ્રમુખ બનતાની સાથે જ નરસિંહ ટેકરી હોસ્ટેલે ઉપરનાં હોલમાં ભોંય તળિયાના નબળાં કામના લીધે લાદી નિકળી જતાં તેઓ દ્વારા રૂા.૧,૧૧,૦૦૦/- ના ખર્ચે આ કામ કરાવી આપીને પ્રમુખશ્રી તરીકેનું ઉદાહરણ પુરૂં પાડેલ છે. એટલું જ નહિ શ્રી વિજયભાઈ દ્વારા આ સંસ્થામાં અંદાજે રૂા. ૨ કરોડ જેટલું દાન કે જે વિદ્યાર્થી ભવન બનાવવાનું છે તે લઇ આવવા માટે માનનીય દાતાશ્રી હસમુખભાઈ કુરજીભાઈ વારા (યુ.કે.) સાથે વિચાર વિમર્શ કરીને દાન લઇ આવવામાં શ્રી વિજયભાઇનો સિંહ ફાળો રહેલ છે. અને છાંયા પ્લોટ વાડી માટે પણ ભોંય તળિયામાં લાદી અને રીનોવેશન પણ પોતાના સ્વ ખર્ચે કરાવી આપેલ છે. એટલું જ નહિં તેઓ દ્વારા કડિયા પ્લોટ સમાજમાં પણ હોલ બંધાવી આપેલ છે, જામનગર નવાગામ ખાતે પણ તેઓએ દાન આપેલ છે. આ ઉપરાંત લાંબા ખાતે ગોહેલ પરિવારનો મઢ છે ત્યાં રૂા. ૨૧ લાખ જેવું દાન આપીને ઉત્તમ કાર્ય કરેલ છે. બાટવા સો.પ્રજાપતિ સમાજમાં પણ ૨,૫૧,૦૦૦/- નું દાન આપેલ છે તથા રાજકોટ સોરઠીયા પ્રજાપતિ સમાજ નવનિધિ ફંડમાં રૂા. ૫૧૦૦૦/-નું દાન આપેલ છે. અને જુનાગઢ શિવરાત્રીના મેળામાં ભવનાથ અન્નક્ષેત્રમાં પણ દર વર્ષે દાન આપી રહેલ છે. આમ, વિજયભાઈ જીવનમાં,

शुशीलो भातृपुएन्, पितृपुएथेन् यातुरः ।

सौहार्य वंशपुएयेन्, खात्मपुएथेन् लाग्यवान ॥

અર્થાત, “માતાના પુણ્યથી શુશીલતા આવે છે, પિતાના પુણ્યથી ચતુરતા આવે છે, વંશના પુણ્યથી ઉદારતા આવે છે, પોતાના પુણ્યથી ભાગ્યવાન થાય છે.”

આ ઉપરાંત, જ્ઞાતિના જરૂરિયાતમંદ લોકોને, સમાજમાં ચાલતાં સમૂહ લગ્નોમાં, અને અન્ય સામાજિક સંસ્થાઓમાં પણ શ્રી વિજયભાઇ અવિરત દાન આપતાં હોય માટે શ્રી વિજયભાઇ આપણાં સમાજના આદર્શ પુરૂષ અને ખરાં અર્થમાં સમાજ પુરૂષ છે.

આ સંસ્થામાં તેઓની રાહબરી અને માર્ગદર્શન હેઠળ કામગીરી કરવી તે અહોભાગ્યની વાત છે. માટે સમાજના દરેક ભાઇઓ બહેનો આવો સાથે મળીને પ્રમુખશ્રી સાથે રહીને એક આદર્શ સમાજનું નિર્માણ કરીએ.

ઉપપ્રમુખશ્રી
ત્રિભોવનભાઈ માલદેવભાઈ કોરિયા
શ્રી સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ – પોરબંદર

પ્રમુખશ્રી નો સંદેશ

શ્રી સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળમાં પ્રમુખ તરીકેની જવાબદારી મળી અને સમગ્ર જ્ઞાતિજનો દ્વારા મારા ઉપર ભરોસો મુકવામાં આવ્યો તે મારા માટે ગૌરવપુર્ણ અને અહોભાગ્યની વાત છે. હું જાણું છું કે સમાજ સેવા હંમેશા પોતાના આત્મબળે … અને આપબળે જ થઇ શકે અને મારો સ્વભાવ રહ્યો છે કે સમાજ ઉપર આર્થિક બોજ ન આપતાં સ્વ ખર્ચે સેવા થાય તેવો મારો પ્રયત્ન રહ્યો છે. એટલું જ નહિં પણ મારી કારોબારીના તમામ સભ્યો પણ આજ રીતે સમાજ સેવાના કામમાં જોડાયેલા છે તે ગર્વની વાત છે. સમાજના દરેક સ્તરના લોકોમાં શિક્ષણનો વ્યાપ થાય, સમજણશકિત અને સહનશકિતનો સમન્વય થાય તો સમાજના દરેક લોકો પ્રગતિ અને વિકાસના સારા ફળો પામી શકે. આ સંસ્થા વર્ષોથી શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલી છે અને ધણાં લોકો આ સંસ્થામાંથી અભ્યાસ કરીને ઉચ્ચ પદ ઉપર બિરાજેલા પણ છે. આ તબકકે હું આ સંસ્થાના સ્થાપકો અને વડિલોને કૃતજ્ઞતાપૂર્વક સ્મૃતિ સાથે નમન કરૂં છું કે જેણે આ સંસ્થાને અડીખમ ઉભી રાખી અને સમયની જરૂરિયાત મુજબ પોતાનું યોગદાન આપ્યું. જયારથી આ સંસ્થાની ધુરા મારી કારોબારી દ્વારા સંભાળવામાં આવેલ ત્યારથી લઇ અત્યાર સુધી ખુબ જ સારા કાર્યો અને કાર્યક્રમો યોજવામાં આવેલ છે અને આર્થિક રીતે આવકની દ્રષ્ટિએ પણ આ સંસ્થાને મજબુત કરવા માટે દરેક કારોબારી સભ્યો દ્વારા જહેમત ઉઠાવીને સફળતાના શિખરો સર કરવા માટે કમર કસી છે. સારા કાર્યો માટે હંમેશા પ્રમાણિકતા… ઉદારતા… મહેનત કસ સારા કાર્યકરોની ટીમ હોય તો સમાજ માટે કોઈ પણ કાર્ય અશકય નથી, માટે હું તમામ કાર્યનો શ્રેય મારા કારોબારી સભ્યો અને યુવા ટીમને આપુ છું.

વ્હાલા જ્ઞાતિજનો મને સમાજ સેવા કરવાનો મોકો મળ્યો અને અમો અમારી ટીમ સાથે જે સદ્કાર્યો કરતા રહેલા છે તેમાં આપ સૌનો તન-મન-ધન થી સહકાર મળે તેવી અપેક્ષા સાથે સૌ મિત્રોને મારા તેમજ મારી કારોબારી ના જયશ્રીબાઈ માતાજી…

જ્ઞાતિ ગંગાને નત મસ્તક શત શત નમન…

પ્રમુખશ્રી
વિજયભાઈ જે. ગોહેલ
શ્રી સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ – પોરબંદર