નવનિર્મિત શિક્ષણ ભવન - નરસિંહ ટેકરી પોરબંદર
સંસ્થા નો પરિચય
શ્રી સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ, પોરબંદર આ સંસ્થાની શરૂઆત આઝાદી પહેલાથી થયેલ છે. આ સંસ્થાએ સમાજને ઘણા એન્જીનીયર્સ, સોલીસીટર, ડોકટર્સ, કલેકટર, સચીવ, વકિલ વગેરે ઉચ્ચ સ્થાન પર બિરાજેલા જ્ઞાતિ શ્રેષ્ઠીઓ આપ્યા છે. માટે આપણી જ્ઞાતિ ઉપર આ સંસ્થાનું ઋણ છે અને આ આપણી સંસ્થા આપણા સમાજના દેશી અને વિદેશી દાતાશ્રીઓ દ્વારા સિંચન કરવામાં આવેલ છે. ત્યારે આ સંસ્થા આઝાદીના આટલા વર્ષો બાદ અડીખમ યોધ્ધાની જેમ ઉભી છે અને ભવિષ્યમાં પણ વધુમાં વધુ પ્રગતિ કરશે આપણી સંસ્થા દ્વારા દર વર્ષે વિદ્યાર્થી સન્માન, જ્ઞાતિ સમુહ ભોજન, સ્નેહ મિલન, માટી કલાકારી ટ્રેનીંગ, મેડિકલ કેમ્પ, શરદ મહોત્સવ તેમજ બહેનો માટે સિવણ ક્લાસીસ તેમજ બ્યુટી પાર્લર અને કોમ્પ્યુટર ક્લાસીસનું આયોજન કરવામાં અને યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ. તેમજ અન્ય સામાજીક કામો કરવામાં આવે છે.
સત્યનારાયણ કથા - १००८
તા. ૫-૬-૨૦૧૬ના રોજ શ્રીબાઈ ધામ તાલાલા ખાતેથી જ્યોર્તિ રથ યાત્રાનું આગમન પોરબંદર મુકામે થયેલ હોય, આ નિમિત્તે પ્રમુખશ્રી વિજયભાઈ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની ૧૦૦૮ કથાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ કથામાં કુલ ૧૦૦૮ યજમાન જોડી પુજામાં બેઠેલ હતી. આ કાર્યક્રમ ખીજડી પ્લોટના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ હતો અને સૌ પ્રથમ આપણા સમાજની અંદર આવડો મોટો સફળ કાર્યક્રમ થયેલ હતો. સંસ્થાના કારાબોરી સભ્યો તેમજ સમગ્ર પોરબંદરના કાર્યકરોએ જહેમત ઉઠાવેલી હતી અને ખંભે ખંભા મીલાવીને સમાજ એકતાના દર્શન કરાવેલા. આમ જ્યોતિરથ યાત્રાનું ભવ્ય સ્વાગત અને ૧૦૦૮ કથાનો સમન્વય જોવા મળેલ. આ પ્રસંગે ખર્ચ બાદ કરતા વધેલ ચોખ્ખી રકમ રૂા. ૧,૩૧,૦૦૦/- શ્રીબાઈ મંદિર નિર્માણ પેટે તાલાળા દાનમાં આપેલ
શરદોત્સવ-૨૦૧૮
આપણી સંસ્થા દ્વારા સૌ પ્રથમવાર માં જગદંબાના શક્તિના પર્વ સ્વરૂપે શરદોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં જ્ઞાતિની બાળાઓ, યુવા બહેનો તેમજ ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લઇ માં જગદંબા પાસે પ્રાર્થના કરેલ હતી કે “યા દેવી સર્વભુતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા”
વિદ્યાર્થીભવનનું ભુમિપૂજન
નરસિંહ ટેકરી મુકામે હાલમાં વિદ્યાર્થી ભવન આવેલ છે. જે ખૂબજ જર્જરીત હાલતમાં હોય તેથી માનનિય પ્રમુખશ્રીના પ્રયત્નોથી નવા વિદ્યાર્થી ભવન બાંધકામ માટે દાતાશ્રી હસમુખભાઈ કુરજીભાઈ વારા (યુ.કે.) તરફથી સંપુર્ણ ખરચો આપીને નવા વિદ્યાર્થી ભવનનું નવનિર્માણ કરવા હેતુ તા. ૨૬-૧-૨૦૧૮ના રોજ ભુમિપૂજન કરવામાં આવેલ. આ શુભ પ્રસંગે રાજસ્થાનથી ગંગારામ પ્રજાપતિ, શ્રીબાઈ સંસ્થામાંથી પ્રમુખશ્રી ગોકળભાઈ ડાભી તેમજ કારોબારી, રાજકોટ સંસ્થાના પ્રમુખશ્રી, વલ્લભભાઈ ભરડવા તેમજ કારોબારી, મુંબઇથી પધારેલા ગોરધનભાઈ ચૌહાણ, દાતાશ્રીઓ તેમજ આપણી સંસ્થાના ભૂતપુર્વ વિદ્યાર્થીશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ અને સમાજના ભાઈઓ બહેનોએ ખાસ હાજરી આપીને પ્રસંગ દિપાવેલ હતો.
આ તબ્બકે આપણા આમંત્રણને માન આપીને પોરબંદરના ધારાસભ્યશ્રી બાબુભાઈ બોખીરીયા સાહેબ તેમજ ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. પધારેલા જ્ઞાતિ શ્રેષ્ઠીઓ દ્વારા સમાજના ઉત્કર્ષ, વિકાસ, પ્રગતિ અને શિક્ષણ માટે પોતપોતાના મંતવ્યો રજુ કરેલ હતા.
નોટબુક વિતરણ વર્ષ 2022-23
શ્રી સોરઠીયા પ્રજાપતિ મંડળ દ્વારા પોરબંદર જિલ્લામાં વિનામૂલ્યે વર્ષ 2022-23 નોટબુક વિતરણ કરવામાં આવે તેની ઝલક
. આ પ્રસંગે જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, વિદ્યાર્થીઓ, તેમજ વાલીઓ ખાસ હાજર રહેલ હતા.